‘તો સ્વામી છેટા નહિ જાય.. (આજનો પ્રેરણાદાયી પ્રસંગ)

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ
૨-૬-૧૯૬૮, ગોંડલ
yogiji maharaj

‘તો સ્વામી છેટા નહિ જાય…’

રાત્રે ૯-૪૫ વાગે સભામાં સંબોધતાં કહ્યું : ‘દુ:ખ આવે અને ‘શાસ્ત્રીજી મહારાજ’ એમ બોલે તે દુ:ખ ભાગી જાય.
આફ્રિકા, ઇગ્લેન્ડ બધે શાસ્ત્રીજી મહારાજને સંભારે છે. શાંતિ થાય ને અશાંતિ જતી રહે. શાસ્ત્રીજી મહારાજ દયાળુ હતા. ગમે તેવા ગુના માફ કરી દે. શાસ્ત્રીજી મહારાજની બધા ઉપર દ્રષ્ટિ બહુ.

‘એક વાર શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં હતા. માલપૂઆ બનાવ્યા. અમે બે પીરસવા નીકળ્યા. જમ્યા પછી શાસ્ત્રીજી મહારાજ બબે ત્રણ-ત્રણ પીરસે. હજુ મને યાદ છે, બનાવવા, પીરસવામાં હું હતો. હોલસોલ વેપાર. (સેવાનો અમારે માથે હતો).’
પછી માલપૂઆ બનાવવાની રીત બહુ વિગતે કથામાં જ સમજાવી અને કહે: ‘બોચાસણમાં આ વખતે માલપૂઆ કરેલા તે જાડા, બળી ગયેલા. પણ મુંબઈમાં ત્યાગવલ્લભ સ્વામી કરે, સો જણના, પણ સરસ થાય.’
એક સંપ રાખી કથાવાર્તા કરશું તો સ્વામી છેટા નહિ જાય.

‘સ્વામીના રાત-દી’ ગુણ ગાવા, તો શાંતિ થાય; પણ વ્યાવહારિક વાત કરીએ તો શાંતિ ન થાય. માટે કથાવાર્તા કરવી ને સરભરા કરવી.

‘રાખ-રખાવટ જેવું કામ કરે છે તેવું જ્ઞાન ન કરે. શાસ્ત્રીજી મહારાજે જમાડી-રમાડી, જ્ઞાન આપી, સેવા લીધી.* ભવિષ્યમાં શાસ્ત્રીજી મહારાજનો મહિમા ખૂબ વધશે.

‘જ્ઞાન શું ? પ્રગટનો મહિમા – શાસ્ત્રીજી મહારાજનો સમજાવવો તે.’
આમ, વેણે વેણે પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજના નામ ને મહિમાનું ઉચ્ચારણ કરતાં થાકતા નહિ, ધરાતા નહિ, ત્યારે સ્વામીશ્રીમાં અજોડ, વિરલ શિષ્યત્વનાં દર્શન થતાં !

|| જય શ્રી સ્વામિનારાયણ ||

‘તો સ્વામી છેટા નહિ જાય.. (આજનો પ્રેરણાદાયી પ્રસંગ)

by Govind Parmar time to read: <1 min
0