દુ:ખડા દૂર કરો, સંકટ સર્વે હરો..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ
જુન ૧૯૬૮, ગોંડલ

yogiji lettar 01
‘દુ:ખડા દૂર કરો, સંકટ સર્વે હરો’

આ દિવસોમાં જુનાગઢથી અડવાળના મંગળસિંહ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હેતા. સાથે ગુજરાત રાજયના જમીન-વિકાસ બેન્કના જૂનાગઢ ડિસ્ટ્રિક્ટના એક ઓફિસર જેઠવા સાહેબને પણ લાવ્યા હતા. તેમને તીવ્ર આઘાતને કારણે માનસિક અસર થયેલી, જેના કારણે તેઓ સૂનમૂન બની ગયા હતા. કોઈની સાથે વાતચીત કરે નહી અને વિચારમાં ઊંડા ઊતરી ગયા હોય તેમ કોઈ પૂછે તેનો જવાબ ન આપે.

સગાં-સંબંધીઓએ ઘણી દવા કરાવી. સારા સારા ડૉક્ટરોની સારવાર લીધી. જધોતિષીઓ પાસે જોષ જોવડાવ્યા. ભૂવા-જાગરિયાને બતાવ્યું, મંત્ર-તંત્ર કરાવ્યા. કંઈ નડતર હશે એવા વહેમથી પિતૃતર્પણ અને બીજી અનેક વિધિ કરાવી તેમના પડોશીઓએ કહ્યું: ‘તમે ઘણી જગ્યાએ જેઠવા સાહેબને લઈ ગયા, પણ હવે અક્ષર મંદિરમાં યોગીજી મહારાજ પાસે લઈ જાઓ. કદાચ ફેર પડી જાય. એ મોટા ભાગે દુ:ખ દૂર કરી નાખે છે.’
સ્વામીશ્રીનું નામ સાંભળીને ઘરનાએ નક્કી કર્યું કે ગોંડલ જવું. છેવટે તેમના મિત્ર અને સંપ્રદાયના અનુયાયી તરીકે મંગળસિંહને સાથે લઈ જવા વિચાર્યું.

સૌ ગોંડલ આવી પહોંચ્યા. સ્વામીશ્રીનાં દર્શન થતાં જ જેઠવા સાહેબની સુષુપ્ત ચેતના જાગ્રત બની ગઈ અને એમના આશીર્વાદના બે ધબ્બા પીંઠમાં પડ્યા.

સ્વામીશ્રી બોલી ઊઠચા : ‘જાવ, સારું થઈ જશે ! અક્ષર દેરીની મહાપૂજાની માનતા કરશો. પાંચ માળા ફેરવજો. અક્ષર દેરીનું પ્રસાદીજળ પીજો.’

બસ, આટલા દિવ્ય સ્પર્શથી જેઠવા સાહેબની બધી બિમારી મીણના પૂતળાની માફક જાણે ઓગળી ગઈ. એમની આત્મશક્તિ પ્રફુલ્લિત બની ગઈ અને રોગે તેમના શરીરમાંથી સદંતર વિદાય લીધી ! તેમનું આખું કુટુંબ સત્સંગી બની ગયું.

|| જય શ્રી સ્વામિનારાયણ ||

દુ:ખડા દૂર કરો, સંકટ સર્વે હરો..

by Govind Parmar time to read: <1 min
0