વ્રત-ઉપવાસના પ્રખર પ્રવર્તક

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ
૨૯ ડિસેમ્બર ૧૯૬૭, મુંબઇ

BAPS


વ્રત-ઉપવાસના પ્રખર પ્રવર્તક

વળતી સંઘ્યાએ સ્વામીશ્રીને સ્નાન કરવાનો વખત થયો. સ્વામીશ્રી રૂમમાં ખુરશી પર બિરાજી બાથરૂમ તરફ જવાની તૈયારીમાં હેતા, પણ ત્રણ જ યુવકો હતા. તેથી સ્વામીશ્રીની ખુરશી ઉપાડવા ચોથાની રાહ જોવાની હતી.
એવામાં પિનાકીન બ્રહ્મભટ્ટ (હાલ, સાધુ સત્પપ્રકાશદાસ) આવી પહોંચ્યા . સ્વામીશ્રી એકદમ રાજી થઈને કહે : ‘લ્ચો, આવી ગયા.’ પછી તેમને કહે : ‘ગુરૂ ! કાલે અપવાસ કરવાનો છે !’
પિનાકીને કહ્યું : ‘બાપા ! આજે મારે ઉપવાસ જ છે !’
સ્વામીશ્રીને ઘણી વાર ખ્યાલ ન રહ્યો હોય કે આને ગઈકાલે જ ઉપવાસ આખો હતો. તેથી યુવકો કહેતા કે આજે મારે ઉપવાસ છે. અને સ્વામીશ્રી પણ તેમને ઉપવાસમાંથી મુક્તિ આપતા.
પરંતુ આજે કંઈક જુદા જ ભાવમાં સ્વામીશ્રીએ કહ્યું : ‘ગુરૂ… ઈ હાચું. પણ બે અપવાસ સાથે કરવાના છે. અમારે પાંચ વૈણવ જોઈએ છે. આ ત્રણે એવો સંકલ્પ કર્યો છે. ચોથા તમે ! લ્યો, હા પાડો, એટલે પછી પાંચમાં એક ખૂટે.’
સ્વામીશ્રીએ સાથેના ત્રણ યુવક મૂળજીભાઈ, જીવરાજભાઈ તથા જયંતીભાઈ સામે સૂચક હાસ્ય કર્યું. અને પિનાકીને પણ મન મારીને હા પાડી.
એવામાં સ્વામીશ્રી કહે : ‘હવે તમે પાંચમા યુવકનું નામ દ્યો. એટલે એને આપણે કહીએ.’
પણ એક ઉપવાસ પણ ભારે પડતો હોય, તો બે સાથે કરવા કોણ તૈયાર થાય ? વળી, કોઈનું નામ દે તો એ યુવક પણ પાછળથી પિનાકીનને વઢે. તેમણે સ્વામીશ્રીને આ વાત કરી ને કહ્યું : ‘આજે ઉપવાસ હોય તેવો કોઈપણ યુવક પ્રથમ સામે મળે, તેને બીજો ઉપવાસ આપવો.’
‘ઈ હાચું.’ સ્વામીશ્રી મધ્યમ માર્ગ જોઈ રાજી થયા : ‘એમાં તમનેય વાંધો ન આવે, ને આપણું કામ થાય… લો, તારે (ખુરશી) ઉપાડો…’
સૌ બહાર આવ્યા. ત્યાં સ્વામીશ્રીના શૌચાલય નજીક એક ખત્રી યુવકને જોઈ સ્વામીશ્રીએ પૂછ્યું : ‘પેલા યુવકને આજે ઉપવાસ છે ?’
‘હા.’
‘તે ઝપટાયા. દઈ જ દ્યો !’ રવામીશ્રીએ એવી રીતે કહ્યું કે સૌ હસી પડ્યા.
તે જોઈ પેલો યુવક પણ હસી રહ્યો હતો. સ્વામીશ્રી એને કહેવા જતા હતા ત્યાં વચ્ચે જ ભરત મહેતા તેમની મસ્ત્તીમાં આવ્યા ને સ્વામીશ્રીને પગે લાગ્યા…
‘ગુરૂ…’ સ્વામીશ્રીએ લહેકો કર્યો : ‘કાલે ઉપવાસ કરો.’
‘પણ, બાપા !’ ભરતભાઈ ડઘાઈ ગયા : ‘આજે ઉપવાસ છે.’
‘ઈ હાચું, પણ બે અપવાસ કરવાના ! આ ચાર યુવકો બે ઉપવાસ કરવાના છે. તમે પાંચમા, હા પાડો.’ ભરતભાઈએ હા પાડી.
સ્વામીશ્રી રાજી થકા શૌચ વિધિ કરવા ગયા. પછી સ્નાનની શરૂઆત કરતાં પેલા ખત્રી યુવકને કહે : ‘કાલે અપવાસ કરો. અમારે બે અપવાસવાળા પાંચ યુવકો જોઈએ છે. કરશો ?’
‘હા, બાપા !’
ત્યાં પિનાકીને કહ્યું : ‘આ ભરતભાઈ આવ્યા ત્યારે જ પાંચ યુવકો પૂરા થઈ ગયા. આને કેમ આપ્યો ?’
સ્વામીશ્રી હસી પડ્યા તે કહે : ‘ઈ તો વચમાંથી આવ્યા… આપણી પે’લ વે’લી ટ્ટષ્ટિ તો આની ઉપર તો પડી’ત્તી. એટલે એને કરવો પડે !’
સ્વામીશ્રીનો આ આગ્રહ ઘણી વાર બે ઉપવાસથી અટકતો નહીં, ત્રણત્રણ ઉપવાસ સાથે કરવાની રુચિ પણ ઘણા યુવકોએ અનુભવી હતી.

|| જય શ્રી સ્વામિનારાયણ ||

વ્રત-ઉપવાસના પ્રખર પ્રવર્તક

by Govind Parmar time to read: <1 min
0